અ’વાદઃ અમેરિકા લઈ જવાનું વચન આપી કર્યા લગ્ન, થોડા દિવસમાં જ ફૂટ્યો ભાંડો

અ’વાદઃ અમેરિકા લઈ જવાનું વચન આપી કર્યા લગ્ન, થોડા દિવસમાં જ ફૂટ્યો ભાંડો
Share This :
અ’વાદઃ અમેરિકા લઈ જવાનું વચન આપી કર્યા લગ્ન, થોડા દિવસમાં જ ફૂટ્યો ભાંડો

હાઈલાઈટ્સ:

  • અમેરિકા લઈ જવાનું કહી મૂળ અમદાવાદની અને દુબઈમાં નોકરી કરતી યુવતી સાથે છેતરપિંડી
  • ઘોડાસરમાં રહેતા યુવકે વિશ્વાસઘાત કરતાં યુવતીએ નોંધાવી ફરિયાદ
  • મેટ્રિમોનિયલ સાઈટ પર થઈ હતી બંનેની મુલાકાત

અમદાવાદઃ આજકાલ યુવાનો પોતાના માટે યુવક/કન્યા શોધવા માટે મેટ્રિમોનિયલ સાઈટનો આશરો લઈ રહ્યા છે. પરંતુ જીવનસાથી શોધવા માટે આવી સાઈટની મદદ લેતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો નારોલ વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં યુવતીને અમેરિકા લઈ જવાનું વચન આપીને યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ યુવતી દુબઈ જતી રહી હતી. પરંતુ તપાસ કરતાં પતિ પાસે અમેરિકાના વિઝા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પતિએ કેનેડા જવાની લાલચ આપી યુવતીને દુબઈથી પરત બોલાવી લીધી હતી. જ્યારે યુવતી અમદાવાદ આવી ત્યારે તેને જાણ થઈ કે તેને દેખાડવામાં આવેલા કેનેડાના ડોક્યુમેન્ટ ખોટા હતા અને અંતે તેણે કંટાળીને પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડામાં રહેતી 28 વર્ષની શિવાનીએ (નામ બદલ્યું છે) દુબઈમાં માર્કેટિંગ ફિલ્મડમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. 2019માં શિવાની જ્યારે દુબઈ હતી તે દરમિયાન શાદી ડોટ કોમ નામની મેટ્રિમોનિયલ સાઈટ પર મોહિત સાથે પરિચય થયો હતો. શિવાની અને મોહિતે એકબીજાનો બાયો વાંચીને વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન મોહિત પોતે અમેરિકા રહેતો હોવાનું જણાવ્યું હતું. એપ્રિલ 2019ના રોજ તે 15 દિવસ માટે ઘોડાસર તેના ઘરે આવ્યો હોવાનું કહ્યું હતું. મોહિત શિવાનીના માતા-પિતાને મળવા પણ ગયો હતો અને તેઓ એકબીજાને પસંદ હોવાની વાત કરી હતી.

બે સંતાનોના બાપે પત્નીને કહ્યું ‘હું બીજીને પ્રેમ કરું છું તને ફાવે તો રહે નહીંતર જતી રહે’
2019માં આશ્રમ રોડ પર આવેલી એક હોટેલમાં બંનેની સગાઈ કરવામાં આવી હતી અને ત્રણ-ચાર દિવસ પછી મોહિતનો પરિવાર લગ્નની વાત લઈને આવ્યા હતા. મોહિતના પરિવારે કહ્યું હતું કે, ‘મોહિતને 20-22 દિવસની રજા હતી, જેમાંથી માત્ર એક જ અઠવાડિયું રહ્યું છે તેથી કોર્ટ મેરેજ કરાવી દેવા જોઈએ. નહીં તો તે અમેરિકા જશે તો ચાર વર્ષ પછી પાછો આવશે’. તેથી, શિવાનીનો પરિવાર લગ્ન માટે સંમત થયો હતો. લગ્ન બાદ મોહિતે શિવાનીને કહ્યું હતું કે, તેણે બોસને કહીને 15 દિવસની રજા લંબાવી છે. પરંતુ શિવાનીની રજા ખતમ થતાં તે દુબઈ જતી રહી હતી. આ દરમિયાન બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત થતી રહી હતી. બે-ત્રણ મહિના થવા છતાં પણ મોહિત અમેરિકા ન જતાં શિવાનીને તેના પર શંકા ગઈ હતી. તેથી, તેણે તેને દુબઈ બોલાવ્યો હતો. આ દરમિયાન શિવાનીએ પાસપોર્ટ જોવા માગતા મોહિત ગુસ્સે થઈ ગયો હતો અને વાળ પકડી ધક્કો માર્યો હતો. બીજા દિવસે જ્યારે તેણે પાસપોર્ટ દેખાડ્યો તો તેમાં અમેરિકાના ટૂરિસ્ટ વિઝા હતા, પરંતુ વર્ક પરમિટના વિઝા નહોતા. બાદમાં શિવાનીને કેનેડા જવાનું કહી દુબઈની નોકરી છોડાવી અમદાવાદ બોલાવી લીધી હતી.

તું મને બહું ગમે છે લગ્ન કરી લે તારા પતિનું બધું દેવું હું ભરી દઈશ, મિત્રની પત્ની પર નજર બગાડી
કેનેડાના પીઆર અંગે શિવાનીએ ફરીથી જ્યારે મોહિતને પૂછ્યું તો તે ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં મોહિતે શિવાનીને કહ્યું હતું કે, તેમના લગ્ન ધામધૂમથી થયા નથી અને શિવાનીના પરિવારે કોઈ ખર્ચ પણ કર્યો નથી. તેથી, કેનેડા જવાની ફાઈલ મૂકવા માટે તેના પિતા પાસેથી 20 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જો કે, શિવાની પિયરમાંથી પૈસા ન લાવતા મોહિત કેનેડા જવા ફરીથી અલગ-અલગ બહાના કરવા લાગ્યો હતો.

જાન્યુઆરી, 2020માં શિવાની ફરી દુબઈ જતી રહી હતી. ત્યારે મોહિતે વોટ્સએપથી કેનેડાના પીઆરની ફાઈલ મોકલી હતી અને શિવાનીએ તેની ફાઈલ ક્યાં છે તેમ પૂછ્યું ત્યારે એકાદ મહિનામાં આવી જશે તેમ કહ્યું હતું. જે બાદ શિવાનીના પરિવારે મોહિત તેમની દીકરીની કેનેડાની ફાઈલનું પૂછ્યું તો મોહિતે કહ્યું હતું કે, કોર્ટ મેરેજ કર્યા હોવાથી ધામધૂમથી લગ્ન કરાવી આપો બાદમાં ફાઈલ મૂકીશ. તેથી, શિવાનીના પરિવારે વર્ષ 2021માં ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. લગ્નના બીજા દિવસે મોહિતે ‘તારા પિતાએ સોનાની વીંટી કેમ નથી આપી?’ તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ શિવાનીએ મોહિત પાસે કેનેડાની ફાઈલ અંગે યુ.સી. નંબર માગતા તેણે માહિતી આપી નહોતી. તેથી શિવાની પિયર જતી રહી હતી. થોડા દિવસ પછી મોહિત, શિવાનીને લેવા તેના પિયર ગયો હતો અને કેનેડાના પીઆરનો નંબર આપ્યો હતો. બે મહિના બાદ પતિના લેપટોપની અંદર પીઆર અંગેના અલગ-અલગ લેટર જોવા મળતા મોહિતે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. તેથી, શિવાનીએ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે સાસરિયાં સામે તપાસ શરૂ કરી છે.

લગ્નમાં મહેમાને જોશમાં દુલ્હનને કમરમાંથી ઉચકી લીધી અને જોવા જેવી થઈ

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *