April 11, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે પ્લાન નહોતું કર્યું આ બાળક, 40ની ઉંમરે પ્રેગ્નેન્ટ થતાં ખુશ છે એક્ટ્રેસ

Share This :

હાઈલાઈટ્સ:

  • સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે.
  • સુયશ અને કિશ્વરના માતાપિતા લાંબા સમયથી તેમને ફેમિલી પ્લાનિંગ માટે કહેતા હતા.
  • પ્રેગ્નેન્સીની જાણ થયા બાદ માલદીવ્સ ગઈ હતી કિશ્વર.

‘બિગ બોસ’ના પૂર્વ કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ પેરેન્ટ્સ બનવાના છે. સોશિયલ મીડિયા પર કપલે પોતાના જ અંદાજમાં ફેન્સ અને ફોલોઅર્સને જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2021માં તેમના સંતાનનો જન્મ થવાનો છે.

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ આ અંગે કિશ્વર સાથે વાત કરી હતી ત્યારે તેના અવાજમાં ઉત્સાહ વર્તાતો હતો. “સુયશના અને મારા માતાપિતા લાંબા સમયથી ઈચ્છતા હતા કે અમે બાળક લાવીએ. તેઓ પાછળ પડી ગયા હતા. જો કે, અમારું આ બાળક પ્લાન કરેલું નથી. ડિસેમ્બરમાં મારા પીરિયડ્સ નહોતા આવ્યા અને એ વખતે હું ખૂબ થાકેલી રહેતી હતી. પરંતુ ફરીથી જાન્યુઆરીમાં મારા પીરિયડ્સ ના આવ્યા ત્યારે મને યાદ આવ્યું કે ડિસેમ્બરમાં પણ આવું જ થયું હતું. આ મૂંઝવણમાં જ મેં પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. ટેસ્ટ કરતાં ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું”, તેમ કિશ્વરે જણાવ્યું.

કિશ્વરે આગળ કહ્યું, “હું અને સુયશ આ વાતથી ખૂબ ઉત્તેજિત છીએ. આ ઉંમરે કુદરતી રીતે ગર્ભ રહી જાય તે આશીર્વાદ સમાન છે.” તો શું તમે આવનારા બાળક માટે શોપિંગ શરૂ કરી દીધી છે? જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું, “ના હજી વાર છે. મારી ડ્યૂ ડેટ ઓગસ્ટમાં છે.” સાથે જ તેણે એમ પણ કહ્યું કે, તેમના બાળકનો જન્મ મુંબઈમાં જ થશે.

તમે બાળકનું નામ વિચાર્યું છે? “હા વિચાર્યું છે. સુયશે છોકરા માટેનું નામ વિચાર્યું છે અને મેં છોકરી માટે.” ટ્વિન્સની શક્યતા છે? હસતાં હસતાં કિશ્વર કહે છે, “ના, ખાલી એક જ બાળક છે.”

શું ઈન્ડસ્ટ્રીના મિત્રો ફોન કરીને શુભકામના આપી રહ્યા છે? ઉત્તર આપતાં કિશ્વરે કહ્યું, “હા, સવારથી ફોન વાગવાનો બંધ જ નથી થઈ રહ્યો. તેઓ અમને ફોન કરીને શુભકામના પાઠવી રહ્યા છે. જો કે, જેઓ અંગત મિત્રો છે તેમને તો જાન્યુઆરી મહિનાથી જ પ્રેગ્નેન્સી વિશે ખબર હતી.”

પ્રેગ્નેન્ટ કિશ્વર પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખી રહી છે. તેણે યોગ કરવાના શરૂ કર્યા છે સાથે જ બિલ્ડિંગમાં ચાલવા પણ જાય છે. “ડૉક્ટરે મને એક્ટિવ રહેવાનું કહ્યું છે. સાચું કહું તો મને જાણ થઈ કે હું પ્રેગ્નેન્ટ છું તે પછી પણ હું માલદીવ્સ ગઈ હતી. એટલે એવું નથી કે પ્રેગ્નેન્સી વિશે જાણ્યા પછી હું એક રૂમમાં બંધ રહું છું. પરંતુ હવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી મેં વધુ કાળજી લેવાનું શરૂ કર્યું છે.”

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની મુલાકાત 2010માં ‘પ્યાર કી એક કહાની’ના સેટ પર થઈ હતી. બાદમાં બંનેએ ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું. બંનેએ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. જ્યાંથી બહાર આવ્યા બાદ તેમણે 2016માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. જેમાં ઈન્ડસ્ટ્રીના સેલેબ્સને પણ આમંત્રિત કર્યા હતા. કિશ્વર મર્ચન્ટ છેલ્લે સીરિયલ ‘કહાં હમ કહાં તુમ’માં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. જ્યારે સુયશ હાલ તેના સિંગિંગ પર ધ્યાન આપી રહ્યો છે.

Share This :