June 22, 2021

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાના નિર્ણય અંગે પૂનાવાલાએ કહી મોટી વાત

કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાના નિર્ણય અંગે પૂનાવાલાએ કહી મોટી વાત

Share This :
કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાના નિર્ણય અંગે પૂનાવાલાએ કહી મોટી વાત

નવી દિલ્હીઃ કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના અંતરને લઈને નિષ્ણાતોએ કરેલી ભાલમણને સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ગુરૂવારે કહ્યું છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના સમયને વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યા છે.

કોવિશીલ્ડ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવો વૈજ્ઞાનિક નિર્ણય છે. આ અસરકારકતા અને પ્રતિરક્ષાત્મક બંને રીતે ફાયદારૂપ છે.

એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક સારો નિર્ણય છે કેમ કે આ તે આંકડા પર આધારીત છે જે સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ આંકડાના આધારે જ સરકારે વેક્સીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધાર્યો છે અને આ એક સારો વૈજ્ઞાનિક નિર્ણય છે.

વેક્સીનેશનની શરૂઆતના રાઉન્ડમાં બે ડોઝ વચ્ચે ચારથી છ સપ્તાહનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. જેને પછી વધારીને આઠ સપ્તાહ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે સરકારે કહ્યું હતું કે આઠમાં સપ્તાહથી વિલંબ કરવાના કારણે તેની અસર ઓછી થઈ જશે. જોકે, તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ 12 સપ્તાહ કે તેનાથી વધારે સમયના અંતર પર આપવામાં આવેલા બે ડોઝની તુલનામાં વેક્સીનની અસરકારકતા 81.3 ટકાથી વધારે હતી.

ફેબ્રુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને પણ એસ્ટ્રાઝેનેકાના બીજા ડોઝના અંતરને વધારીને તેની અસરકારકતામાં સુધારો કરવાની વાત કરી હતી. સ્વામીનાથને કહ્યું હતું કે વર્તમાન વેક્સીનના બીજા ડોઝને ત્રણથી ચાર સપ્તાહની અંદર આપવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક આંકડા પ્રમાણે બીજા ડોઝને 12 સપ્તાહના અંતરમાં આપવામાં આવે તો સારું પરિણામ આપે છે.

Share This :