
અમદાવાદઃ શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખુલશે. આ ઉપરાંત ધોરણ 9થી ધોરણ 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને પણ મંજૂરી મળી છે. આ દરમિયાન ગુજરાત શિક્ષણ બોર્ડે પણ ધોરણ 12ની વિજ્ઞાનપ્રવાહની ઉત્તરવહી ઓનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે.
4 વર્ષથી તૈયાર થતી હતી સિસ્ટમ
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ઑનલાઈન ચકાસવાનો નિર્ણય કર્યો છે. GPSC અને GTU બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ઑનલાઈન ઉત્તરવહીની ચકાસણી કરશે. શિક્ષણ બોર્ડ ગત 4 વર્ષથી ઓનલાઈન ચકાસણી માટેની સિસ્ટમ તૈયાર કરી રહ્યું હતું. જ્યારે હવે શિક્ષણ વિભાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની હવે ઑનલાઈન ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે.
GPSC અને GTU પછી ગુજરાત શિક્ષણ બોર્ડનો નિર્ણય
અગાઉ GPSC અને GTUએ ઓનલાઈન ઉત્તરવહી ચકાસવાનો નિર્ણય કર્યો હતો.ઑનલાઈન પેપર ચકાસણીને પગલે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે. અને પરિણામમાં પણ પારદર્શિતા વધશે. GSEBએ જણાવ્યું છે કે રેગ્યુલર ફી સાથે જ 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર આવેદનપત્ર ભરી શકાશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે.
More Stories
અરવલ્લી: મોડાસા નગરપાલિકામાં AIMIMની 9 બેઠક પર જીત
બધી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબજો, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પણ બોલાવ્યો સપાટો
0007 નંબર માટે રૂ.34 લાખની બોલી લગાવીને ફરી ગયેલા અમદાવાદીએ 25,000માં જ એ નંબર લીધો