હાઈલાઈટ્સ:
- ગૌહર ખાનના પિતાને કોઈ બીમારીના કારણે ફરીથી હોસ્પિટલમાં કરાયા એડમિટ
- હોસ્પિટલ અને શૂટિંગ સેટ વચ્ચે ધક્કા ખાઈ રહી છે ગૌહર ખાન
- હોસ્પિટલમાં સતત ગૌહર ખાનને સાથ આપી રહ્યો છે ઝૈદ દરબાર
બિગ બોસ 7ની વિનર અને બિગ બોસ 14ની તૂફાની સીનિયર ગૌહર ખાનના પિતા ઝફર ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યા તેનું કારણ હજુ જાહેર થયું નથી. પરંતુ ગૌહરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે, તે કામ અને હોસ્પિટલની મુલાકાતને લઈને થાકી ગઈ છે.

ગૌહર ખાને ઈન્સ્ટાગ્રામ હેન્ડ પર તેના પિતાનો હાથ પકડ્યો હોય તેવી તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ‘મારી લાઈફલાઈન, મારા પપ્પા’.

તેણે પોતાની પણ એક તસવીર શેર કરી છે, જેમાં તે થાકેલી જોવા મળી રહી છે અને દરેકને તેના પિતા માટે પ્રાર્થના કરવાનું કહી રહી છે. તેણે લખ્યું છે કે, ‘મારા પિતા માટે પ્રાર્થના કરવાની વિનંતી કરું છું. હોસ્પિટલે પાછા આવ્યા છે’.

ગૌહર ખાને આ સિવાય પતિ ઝૈદ દરબાર સાથેની પણ એક તસવીર શેર કરી છે. જેમાં બંને લિફ્ટમાં ઉભા રહીને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘સારા બાળકો’. ઝૈદ પણ હોસ્પિટલમાં ગૌહરની પડખે ઉભો રહ્યો હોવાનું આ તસવીર પરથી લાગી રહ્યું છે.
ગૌહર ખાનનું તેના પિતા સાથે ક્લોઝ બોન્ડિંગ છે. ગૌહર ઘણીવાર તેને તેમની દીકરો હોવાનો કેટલો ગર્વ છે તે અંગે પોસ્ટ શેર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ વેબ સીરિઝ વિવાદમાં ફસાઈ છે. કારણ કે વેબ સીરિઝના કન્ટેન્ટ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ સિવાય તેની પાસે અન્ય પણ કેટલીક વેબ સીરિઝ છે.
પર્સનલ ફ્રંટની વાત કરીએ તો, 37 વર્ષની ગૌહર ખાને 2020ની 25મી ડિસેમ્બરે મુંબઈમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બાદમાં રિસેપ્શન પણ યોજ્યું હતું. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન ગૌહર અને ઝૈદ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને એકબીજાને થોડો સમય આપ્યા બાદ તરત જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉંમરમાં ઝૈદ ગૌહર કરતાં 12 વર્ષ નાનો છે. લગ્નના 3-4 દિવસ બાદ ગૌહરે તરત જ કામ કરવાનું શરુ કરી દીધું હતું. હાલમાં જ, ગૌહર અને ઝૈદ તેમના કામમાંથી થોડો બ્રેક લઈને ઉદયપુરની મુલાકાતે ગયા હતા. કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની રોમાન્ટિક તસવીરો શેર કરતાં રહે છે.
More Stories
Video: મિથુન ચક્રવર્તીની વહુએ ‘જવાની જાનેમન’ સોન્ગ પર લાલ સાડીમાં કર્યો ડાન્સ
‘મહાભારત’માં ઈન્દ્રદેવનું પાત્ર ભજવનાર એક્ટર સતીશ કૌલનું કોરોનાથી નિધન
‘અનુપમા’-‘વનરાજ’ની ગેરહાજરીમાં ટ્વિસ્ટ સાથે આગળ વધશે ‘સમર-નંદિની’ની લવસ્ટોરી