April 11, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

જમ્મુ અને કાશ્મીરમાં સરકારી બિલ્ડિંગો પર તિરંગો લહેરાતા મહેબૂબા મુફ્તી ભડક્યા

Share This :

હાઈલાઈટ્સ:

  • કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સરકારી બિલ્ડિંગો પર તિરંગો લહેરાવાનો આદેશ હતો
  • પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તિરંગો લહેરાવાના આદેશનો વિરોધ કરતા કેન્દ્ર પર નિશાન સાધ્યુ
  • મુફ્તીએ ગત વર્ષે ઓક્ટોમ્બરમાં કાશ્મીરના ઝંડા સિવાય અન્ય ઝંડો ન ઉઠાવવાનું નિવેદન આપ્યું હતું

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ તરફથી પ્રદેશની સરકારી બિલ્ડિંગો પર તિરંગો લહેરાવાનો આદેશ પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ આકરી પ્રતિક્રિયા આપતાં તેનો વિરોધ કર્યો છે. મુફ્તીનું કહેવુ હતું કે ઉપરાજ્યપાલનો આદેશ સાબિત કરે છે કે રાજ્ય પ્રશાસનમાં રહેલા લોકોને અસુરક્ષાનો ભય સતાવી રહ્યો છે. કારણ કે દેશમાં ક્યાંય પણ ઉપરાજ્યપાલ આવો આદેશ આપી ન શકે. તો પછી કાશ્મીરમાં આવો આદેશ કેવી રીતે આપ્યો? પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યા હતા કે કાશ્મીરમાં કોઇને પણ પોતાની વાત રજૂ કરવાની આઝાદી નથી.

ઉલ્લેખનીય છે કે, વિતેલા દિવસોમાં પ્રદેશમાં ઉપરાજ્યપાલે આદેશ આપ્યો હતો કે જમ્મુ-કાશ્મીરના તમામ સરકારી ભવનો પર 15 દિવસની અંદર-અંદર તિરંગો લહેરાવો જોઇએ. આ આદેશ પર મહેબૂબા મુફ્તીએ આકરી પ્રતિક્રિયા આપતાં કેન્દ્ર સરકારમાં ક્યાંકને ક્યાંક અવિશ્વાસની ભાવના છે. આ લોકોમં અસુરક્ષાની ભાવના છે.

મહૂબૂબા મુફ્તીનું કહેવુ હતું કે જમ્મુ-કાશ્મીરમાં રોજ નવા કાયદો લાવીને લોકોનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. મુફ્તી આ પહેલા પણ પ્રદેશમાં તિરંગાના ન લહેરાવા પર નિવેદનો આપીને ટીકાનો ભોગ બની ચૂક્યા છે. ગત વર્ષ ઓક્ટોબરમાં તેમણે નિવેદન આપ્યું હતું કે જ્યા સુધી જમ્મુ-કાશ્મીરનો ઝંડો પાછો નહીં મળે ત્યાં સુધી બીજો કોઇ ઝંડો ઉઠાવીશ નહીં.

Share This :