June 22, 2021

ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે આ ગુજરાતી ક્રિકેટર અમેરિકા તરફથી રમશે

ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે આ ગુજરાતી ક્રિકેટર અમેરિકા તરફથી રમશે

Share This :
ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, હવે આ ગુજરાતી ક્રિકેટર અમેરિકા તરફથી રમશે

હાઈલાઈટ્સ:

  • સ્મિત પટેલ વર્ષ 2012માં અંડર-19 વર્લ્ડ કપ વિજેતા બનેલી ભારતીય ટીમનો સભ્ય હતો.
  • ઓગસ્ટ 2022થી સ્મિત અમેરિકા તરફથી રમી શકશે ક્રિકેટ.
  • સ્મિત પટેલના પેરેન્ટ્સ છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં રહે છે.

નવી દિલ્હી: અંડર-19 ક્રિકેટની સફળતા તમને હંમેશા સીનિયર નેશનલ ટીમમાં સ્થાનની ગેરંટી નથી આપતી. ઘણા પ્રતિભાશાળી અંડર-19 ક્રિકેટર ડોમેસ્ટિક ક્રિકેટ સુધી જ મર્યાદિત રહી જાય છે. 2012 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલો વિકેટકીપર બેટ્સમેન સ્મિત પટેલ પણ તેમાંથી એક છે, જેણે 8 વર્ષ સુધી ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યુ કરવા માટે રાહ જોઈ, પરંતુ તેને તક ન મળી.

ક્રિકેટ પ્રત્યે ઝનૂનએ 28 વર્ષના પટેલને દેશ છોડવા પર મજબૂર કરી દીધો. હાલમાં સ્મિત ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ભારત છોડી અમેરિકા જતો રહ્યો છે. હવે, તે અમેરિકા તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતો જોવા મળશે. જોકે, તેના માટે તેને ઓગસ્ટ 2022 સુધી રાહ જોવી પડશે. સ્મિત પટેલ અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં આગામી વર્ષે રમતો જોવા મળશે. 28 વર્ષનો સ્મિત યુએસ નેશનલ ટીમ સાથે સમય વિતાવી ચૂક્યો છે. હાલમાં અમેરિકા ક્રિકેટ ટીમના હેડ કોચ કર્ણાટકના પૂર્વ કેપ્ટન અને કોચ અરુણ કુમાર છે.
કેપ્ટન બનવાનું ‘સપનું’ જોઈ રહ્યો હતો યુવરાજ, એક ખેલાડીના કારણે ના થયું પુરૂ
અમારા સહયોગી નવભારત ટાઈમ્સ ઓનલાઈન સાથે ખાસ વાતચીતમાં સ્મિત પટેલે કહ્યું કે, ‘હું છેલ્લા 8 વર્ષથી ભારત તરફથી ઈન્ટરનેશનલ મેચ રમવાનું સપનુ જોતો હતો. પરંતુ, મને તક ન મળી. ભારતમાં વિકેટકીપર બે્ટસમેન વચ્ચે ઘણી પ્રતિસ્પર્ધા છે. મને લાગ્યું કે, ભારતમાં મારું ક્રિકેટ કરિયર આગળ નહીં વધી શકે. એટલે મેં અમેરિકા શિફ્ટ થવાનો નિર્ણય લીધો. મારા પેરેન્ટ્સ છેલ્લા 11 વર્ષથી અમેરિકામાં રહે છે .એટલે મેં વિચાર્યું કે, તેમની પાસે રહીને મારા ક્રિકેટ કરિયરને આગળ વધારી શકું છું.’

સ્મિત હવે દુનિયાની કોઈપણ ક્રિકેટ લીગમાં રમી શકે છે. બીસીસીઆઈના નિયમ મુજબ, જો કોઈ ક્રિકેટરે વિદેશી લીગમાં રમવું હોય તો તેણે પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવી પડે છે. એવામાં પટલે હવે ક્યાંય પણ રમવા માટે સ્વતંત્ર થઈ ગયો છે. સ્મિત પટેલનો પરિવાર વર્ષ 2010માં ગુજરાતથી પેન્સિલવેનિયા શિફ્ટ થઈ ગયો હતો.

સીપીએલમાં બાર્બાડોસ ટ્રાઈડેન્ટસ તરફથી રમશે
સ્મિત કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ 2021)માં રમતો જોવા મળશે. તેને બાર્બાડોઝ ટ્રાઈડેન્ટ્સ ફ્રેન્ચાઈઝીએ સાઈન કર્યો છે. બાર્બાડોઝની કમાન વેસ્ટ ઈન્ડીઝની ટેસ્ટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરના હાથમાં હશે. પટેલના કહેવા મુજબ, ‘હું આ સીપીએલ 2021માં રમવા માટે ઘણો ઉત્સાહિત છું. જેસન હોલ્ડરની કેપ્ટનશીપમાં રમવાનો અનુભવ અલગ હશે. બાર્બાડોઝની ટીમ તેમની કેપ્ટનશિપમાં કપ પોતાના નામે કરી ચૂકી છે. મેં આ ટી-20 લીગ માટે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. આશા છે કે, હું તેમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહીશ.’ સીપીએલ આ વર્ષે 28મી ઓગસ્ટથી 19મી સપ્ટેમ્બર સુધી રમાવાની છે.

‘આપીએલ રમવા ઈચ્છતો હતો’
સ્મિત પટેલે કહ્યું કે, ‘મેં આઈપીએલ રમવા માટે પણ ઘણી રાહ જોઈ, પરંતુ સફળતા ન મળી. ઘણી વખત ઓક્શનમાં મારું નામ શોર્ટલિસ્ટ થયું, પરંતુ કોઈ ફ્રેન્ચાઈઝીએ મારામાં રસ ન બતાવ્યો.’
ભારતીયોની ઉડાવી હતી મજાક, હવે મુશ્કેલીમાં મૂકાયા IPLમાં રમતા ઈંગ્લેન્ડના બે સ્ટાર ક્રિકેટર
બીસીસીઆઈ તરફથી મળ્યું એનઓસી
સ્મિતે કહ્યું કે, તેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી એનઓસી મળી ગયું છે. બોર્ડે સાથે તેને કોઈ મનદુઃખ નથી. બરોડા, ગોવા, ત્રિપુરા અને ગુજરાત તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા સ્મિતે કહ્યું કે, ‘મેં બીસીસીઆઈને એનઓસી આપવા આગ્રહ કર્યો હતો અને તેમણે મને સરળતાથી આપી દીધુ. હું હવે કોઈપણ લીગમાં રમી શકું છું.’ સ્મિત અમેરિકાનો ગ્રીન કાર્ડ હોલ્ડર છે.

સ્મિતે 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 11 સદી ફટકારી છે
સ્મિતે ગુજરાત તરફથી રમતા 55 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3278 રન બનાવ્યા છે, જેમાં 11 સદી અને 13 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 236 રન રહ્યો છે. આ ઈનિંગ્સ તેણે 2020માં રણજી ટ્રોફીમાં ગોવા તરફથી મિઝોરમ સામે રમી હતી. વિકેટની પાછળ સ્મિતે કુલ 123 શિકાર કર્યા છે, જેમાં 114 કેચ અને 9 સ્ટમ્પિંગ સામેલ છે.

સુરતઃ મહિલા હોમગાર્ડનો વર્દીમાં ફિલ્મી ડાયલોગનો વીડિયો વાયરલ

અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ફટકારી હતી અડધી સદી
સ્મિત પટેલે ઉન્મુક્ત ચંદની કેપ્ટનશિપ હેઠળ અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં શાનદાર બેટિંગ કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 16 મે, 1993એ જન્મેલા સ્મિતે ઉન્મુક્ત ચંદની સાથે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ શતકીય ભાગીદારી કરી ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. તેણે એ મેચમાં 62 રન બનાવ્યા હતા. એ મેચમાં ઉન્મુક્ત ચંદે 130 દડામાં અણનમ 111 રન બનાવ્યા હતા.

ધોનીની વિકેટકીપિંગ અને કોહલીની બેટિંગ છે પસંદ
સ્મિતે કહ્યું કે, વિકેટકીપર તરીકે મને મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટકીપિંગ પસંદ છે. તે સચિન તેંદુલકરની બેટિંગ જોઈને મોટો થયો છે. પરંતુ, હાલમાં વિરાટ કોહલીની બેટિંગ તેને ઘણી પસંદ છે. પટેલે કહ્યું કે, ‘હું ધોનીની જેમ વિકેટકીપિંગ કરવા ઈચ્છતો હતો. તે વર્લ્ડના બેસ્ટ વિકેટકીપર્સમાંથી એક છે. તે રેન્કિંગમાં ઘણા વર્ષો સુધી નંબર એક રહ્યા છે. જ્યાં સુધી બેટિંગનો સવાલ છે તો આજની તારીખમાં વિરાટની ટક્કરમાં કોઈ નથી. તેમનો કન્વર્ઝન રેટ ઘણો સારો છે. તે સતત પ્રદર્શન કરી રહ્યા છે. મેચ ફિનિશ કઈ રીતે કરવી છે એ કળા તેઓ સારી રીતે જાણે છે.’

Share This :