June 22, 2021

ભાજપને ઝટકો: મુકુલ રોયની ‘ઘર વાપસી’, મમતા સાથેની બેઠક બાદ TMCમાં જોડાયા

ભાજપને ઝટકો: મુકુલ રોયની ‘ઘર વાપસી’, મમતા સાથેની બેઠક બાદ TMCમાં જોડાયા

Share This :
ભાજપને ઝટકો: મુકુલ રોયની ‘ઘર વાપસી’, મમતા સાથેની બેઠક બાદ TMCમાં જોડાયા

કોલકાતા: છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ બંગાળ ભાજપમાં ઉથલપાથલના સમાચાર પર આજે મહોર લાગી ગઈ છે. ચર્ચા હતી કે, તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર મુકુલ રોય આજે ઘરવાપસી એટલે કે ટીએમસીમાં જોડાઈ શકે છે, જેથી મુકુલ રોય સીએમ મમતા બેનર્જીને મળવા માટે તૃણમૂલ ભવન પહોંચ્યા હતા અને તેમની સાથેની બેઠક બાદ ફરી ટીએમસીમાં જોડાઈ ગયા. મુકુલ રોયનું ટીએમસીમાં જોડાવાનું ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યું છે. આવું એટલા માટે છે કારણ કે, તેમને ઘણાં ટીએમસીના ઘણા દિગ્ગજ નેતાઓને ભાજપમાં લાવવાનો શ્રેય આપવામાં આવે છે.

2017માં TMC છોડીને ભાજપમાં જોડાયા હતા
મુકુલ રોય ટીએમસી છોડનારા પહેલા નેતાઓમાંના એક હતા. વર્ષ 2017માં તેઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા અને તે પછી તેમને મોટી સંખ્યામાં ટીએમસી નેતાઓ ભાજપ જોઈન કરાવી હતી. મુકુલ રોયનો દરજ્જો ટીએમસી સરકારમાં 2 નંબરના નેતા તરીકે હતો. તેઓ યુપીએ 2ની સરકારમાં રેલવેમંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત નારદા અને શારદા કૌભાંડમાં પણ તેમનું નામ સામે આવી ચૂક્યું છે.

(સ્ટોરીને વધુ અપડેટ કરી રહ્યા છીએ)

Share This :