March 3, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

ભારત પહોંચ્યા વધુ ત્રણ રાફેલ, નોન સ્ટોપ પૂરી કરી 7000 કિમીની મુસાફરી

Share This :

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની ફાયર પાવરને વધારવા માટે વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટ ભારત પહોંચી ગયા છે. આ ત્રણે વિમાનોએ ફ્રાન્સના બોર્ડોક્સથી ભારત સુધીની 7000 કિમીની સફર ક્યાંય રોકાયા વિના પુરી કરી. સફર દરમિયાન આ વિમાનોમાં સંયુક્ત આરબ અમીરાતના એર રિફ્યુલિંગ એરક્રાફ્ટ (MRIT) દ્વારા ઈંધણ ભરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યું કે, વિમાન એરફોર્સ બેઝ પર ઉતરી ચૂક્યા છે. એરફોર્સએ એરબેઝનો ખુલાસો નથી કર્યો.

ભારતીય વાયુસેનાએ મિડ એર રિફ્યુલર દ્વારા ઈંધણ ભરવા પર યુએઈનો આભાર માન્યો. રિપોર્ટ મુજબ, આ વિમાનોને જામનગર એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કરાયા છે. અહીં કસ્ટમ સંબંધી બધી ઔપચારિકતા પૂરી કર્યા બાદ વિમાન અંબાલા એરફોર્સ સ્ટેશન પહોંચશે. જ્યાં તેમને 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાશે. આ ત્રણે વિમાનો ભારત પહોંચ્યા બાદ એરફોર્સ પાસે રાફેલની સંખ્યા 11 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પાંચ રાફેલ વિમાનોની પહેલી બેંચને 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં કમીશન કરાઈ હતી. તે પછી નવેમ્બર 2020માં ત્રણ વધુ રાફેલ જેટ ભારત પહોંચ્યા હતા.

આ રાફેલ વિમાનોએ ફ્રાન્સથી ભારત સુધી સફર દરમિયાન લગભગ 1000 કિમી પ્રતિકલાકની ગતિથી ઉડાન ભરી. જોકે, રાફેલની મહત્તમ સ્પીડ 2222 કિમી પ્રતિ કલાકની છે. આ રાફેલ વિમાન પૂર્ણ રીતે કોમ્બેટ રેડી પોઝિશનમાં છે. જેને થોડા દિવસની અંદર જ કોઈપણ ઓપરેશનમાં લગાવી શકાશે.

ભારતે રાફેલમાં કરાયા મોડિફિકેશન
ચીન નજીકની સરહદના તાપમાનને જોતા આ વિમાનમાં ભારતે પોતાના હિસાબે કેટલાક મોડિફિકેશન પણ કરાવ્યા છે. જેથી ઓછા તાપમાનમાં પણ આ વિમાન સરળતાથી સ્ટાર્ટ થઈ શકે છે. પહેલી બેંચમાં ભારત પહોંચેલા 5 રાફેલ વિમાનોની 250 કલાકથી પણ વધુની ઉડાન અને ફીલ્ડ ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે. આ વિમાનોને અંબાલામાં 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાયા છે.

ચીનના જે-20 પર ભારે પડશે રાફેલ
ભારતીય રાફેલની સ્પર્ધામાં ચીનના ચેંગદુ જે-20 અને પાકિસ્તાનના જેએફ-17 ફાઈટર પ્લેન છે. પરંતુ બંને રાફેલની સરમાણીએ થોડા નબળા છે. ચીનના જે-20નો મેઈન રોલ સ્ટીલ્થ ફાઈટરનો છે, તો રાફેલને ઘણા કામોમાં લગાવી શકાય છે. જે-20ની બેઝિક રેન્જ 1,200 કિમી છે, જેને 2,700 કિમી સુધી વધારી શકાય છે. જે-20ની લંબાઈ 20.3 મીટરથી 20.3 મીટરની વચ્ચે હોય છે. તેની ઉંચાઈ 4.45 મીટર અને વિંગસ્પેન 12,88-13.50 મીટરની વચ્ચે છે, એટલે કે તે રાફેલથી ઘણું મોટું છે. પાકિસ્તાન પાસેના જેએફ-17માં ચીનની પીએફ-15 મિસાઈલો લગાવેલી છે, પરંતુ તો પણ તે રાફેલની સરખામણીએ નબળું છે.

આવતા વર્ષના અંત સુધી ભારત આવી જશે બધા રાફેલ
ભારતે ફ્રાન્સની સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે સોદો કર્યો હતો. 36 રાફેલ વિમાનોમાંથી 30 ફાઈટર જેટ હશે અને છ પ્રશિક્ષણ વિમાન. પ્રશિક્ષણ વિમાનોમાં બે સીટ હહશે અને તેમાં ફાઈટ વિમાનવાળી લગભગ બધી વિશેષતાઓ હશે. રાફેલ વિમાન, રશિયાના સુખોઈ વિમાનની ખરીદી પછી 23 વર્ષોમાં ફાઈટર પ્લેનોની ભારતની પહેલી મોટી ખરીદી છે.

આ ઘાતક હથિયારોથી લેસ છે રાફેલ
ભારતમાં જે રાફેલ આવ્યા છે, તેની સાથે Meteor બિયાંડ વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ, MICA મલ્ટી મિશન એર-ટુ-એર મિસાઈલ અને SCALP ડીપ-સ્ટ્રાઈક ક્રૂઝ મિસાઈલ્સ લાગેલી છે. તેનાથી ભારતીય વાયુસેનાના જાંબાઝોને હવા અને જમીન પર ટાર્ગેટ્સને ઉડાવાની જબરજસ્ત ક્ષમતા મળી ચૂકી છે. Meteor મિસાઈલો નો-એક્સેપ ઝોનની સાથે આવે છે, એટલે કે તેનાથી બચી શકાતું નથી તે હાલમાં રહેલી મીડિયમ રેન્જની એર-ટુ-એર મિસાઈલોથી ત્રણ ગણી વધારે શક્તિશાળી છે. આ મિસાઈલ સિસ્ટમની સાથે એક ખાસ રોકેટ મોટર લાગેલી છે, જે તેને 120 કિમીની રેન્જ આપે છે.

Share This :