March 3, 2021

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

Live Breaking News Coverage & Updates Website IN Gujarati Language

ભૂકંપમાં ગુમાવ્યું ઘર, ફેક્ટરી અને પત્ની, દુઃખને ભૂલાવી રાખમાંથી બેઠા થયા વેપારી

Share This :

નિમેષ ખાખરીયાઃ આજથી 20 વર્ષ પહેલાના એટલે કે 26મી જાન્યુઆરી, 2021ના દિવસને કોણ ભૂલી શકે? આ એ જ કાળો દિવસ હતો જેણે ગુજરાતમાં વિનાશ વેર્યો હતો. કેટલાક લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા તો કેટલાકને પરિવાર તેમજ ઘરવિહોણા કરી દીધા હતા. સાચી તકલીફ, દુઃખ, મુશ્કેલી અને પરેશાની કોને કહેવાય એ તો તે દિવસે જેમના પર વીત્યું એ જ જાણે. પરંતુ આ બધાની વચ્ચે પણ અમુક યોદ્ધાની જેમ લડ્યા.

કચ્છના રાજેશ ભટ્ટની પણ કંઈક આવી જ વાત છે. વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમનું જીવન જાણે થંભી જ ગયું હતું. તેમણે તેમની પત્ની, ઘર અને ફેક્ટરી ગુમાવી હતી. આટલું ઓછું હોય તેમ, તેઓ કચ્છના સફળ ઉદ્યોગપતિ હોવા છતાં બેંકે તેમને નાદાર જાહેર કર્યા હતા, કારણ કે તેઓ તેમની લોન ચૂકવી શક્યા નહોતા.

આર્થિક રીતે ભાંગી પડેલા રાજેશ ભટ્ટ પર તેમની 10 વર્ષની દીકરી પ્રાર્થનાને એકલા હાથે ઉછેરવાની જવાબદારી પણ હતી. દુઃખ વચ્ચે પણ તેઓ હિંમત હાર્યા નહીં અને ફીનિક્સની (પોતાની જાતને બાળીને રાખમાંથી ફરી જન્મનાર પક્ષી) જેમ બેઠા થયા.

ભટ્ટ અને તેમનો પરિવાર ત્રણ વર્ષ પુનર્વસન શિબિરમાં પણ રહ્યો, આ દરમિયાન તેમણે ગ્રીન બ્રિક્સ (લીલી ઈંટ) બનાવવાનું શરુ કર્યું. આ નવો કોન્સેપ્ટ હોવાથી તેમને ઓર્ડર મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જ્યારે તેમને જાણ થઈ કે, તે સમયના રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે, તો ભટ્ટે તેઓ શું કરી રહ્યા છે તે અંગેનો વિગતવાર મેઈલ તેમને મોકલ્યો હતો. જે બાદ ઉત્સુક રાષ્ટ્રપતિએ તેમને તરત જ મળવા બોલાવ્યા હતા.

‘જ્યારે ડો. કલામે મને મળવા બોલાવ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેમણે મારા કોન્સેપ્ટની પ્રશંસા કરી હતી’, તેમ ભટ્ટે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું. ડો. કલામ સાથે મુલાકાત બાદ ભટ્ટને મોટા પ્રમાણમાં ઓર્ડર મળવા લાગ્યા હતા.

માગને પહોંચી વળવા માટે ભટ્ટને એક મશીન ખરીદવું પડ્યું હતું. પરંતુ ટૂંક સમયમાં તેમા ખામીઓ મળી આવી. બહાર તેનો કોઈ ઉકેલ શોધવાના બદલે ભટ્ટ અને તેમના બે ભાઈઓએ ગ્રીન બ્રિક્સનું ઉત્પાદન કરી શકે તેવું નવું મશીન ડિઝાઈન કર્યું. જે બાદ તેમણે આજ સુધી પાછું વળીને જોયું નથી.

ભટ્ટની કંપની સહજાનંદ ફ્લાયએશ બ્રિક્સ પ્લાન્ટ પ્રાઈવેટ લિમેટેડે, હાલમાં ભારતભરમાં 50 મશીન વેચ્યા છે, જેની કિંમત 8થી 10 કરોડ રુપિયા છે. તેમની દીકરીના લગ્ન પણ તેમણે ગયા વર્ષે કરાવ્યા હતા.

Share This :