June 22, 2021

મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણો? શિવસેનાના સંજય રાઉતે કર્યા મોદીના વખાણ

મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણો? શિવસેનાના સંજય રાઉતે કર્યા મોદીના વખાણ

Share This :
મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણો? શિવસેનાના સંજય રાઉતે કર્યા મોદીના વખાણ

હાઈલાઈટ્સ:

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં થઈ હતી મુલાકાત.
  • શિવસેના નેતા સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે, મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા છે.
  • સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાનું કાયમથી માનવું રહ્યું છે કે, વડાપ્રધાન આખા દેશના હોય છે, કોઈ એક પાર્ટીના નહીં.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દિલ્હીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાતને લઈને શિવસેના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને ભાજપના સૌથી મોટા નેતા છે. હકીકતમાં, રાઉતને પૂછવામાં આવ્યું હતું કે, મીડિયામાં અહેવાલ આવ્યા છે કે, આરએસએસ રાજ્યોની ચૂંટણીઓમાં રાજ્યના નેતાઓને ચહેરા તરીકે રજૂ કરવા પર વિચાર કરી રહ્યો છે. એવામાં શું તેમને લાગે છે કે, મોદીની લોકપ્રિયતા ઓછી થઈ છે?

આ સવાલ પર રાઉતે કહ્યું કે, ‘હું તેના પર ટિપ્પણી નથી કરવા ઈચ્છતો… મેં મીડિયામાં આવેલા અહેવાલો જોયા નથી. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન પણ નથી આવ્યું… ગત 7 વર્ષમાં ભાજપની સફળતાનો શ્રેય મોદીને જાય છે. તે હાલ દેશ અને પોતાની પાર્ટીના સૌથી મોટા નેતા છે.’ શિવસેનાના રાજ્ય સભાના સભ્ય રાઉત હાલ ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે જલગાંવમાં પત્રકારોને આ વાત કરી. તેમણે કહ્યું કે, શિવસેનાનું કાયમથી માનવું રહ્યું છે કે, વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે, કોઈ એક પાર્ટીના નહીં.
રસીનો સ્લોટ બૂક કરવા જો એકધારા મચી પડશો તો તમને બ્લોક કરી દેશે CoWin
રાઉતે કહ્યું કે, વડાપ્રધાને ચૂંટણી અભિયાનમાં સામેલ ન થવું જોઈએ, કેમકે તેનાથી સરકારી મશીનરી પર દબાણ પડે છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, જો મોદી ઈચ્છે તો તેમની પાર્ટી વાઘ (શિવસેનાનું ચૂંટણી ચિહ્ન) સાથે દોસ્તી કરી શખે છે. તેના પર રાઉતે કહ્યું કે, ‘વાઘની સાથે કોઈ દોસ્તી નથી કરી શકતું. વાઘ જ નક્કી કરે છે કે તેને કોની સાથે દોસ્તી કરવી છે.’
યુપીમાં રાજકીય ઘમાસાણ વચ્ચે યોગી દિલ્હી પહોંચતા અનેક તર્કવિતર્ક
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને વર્ષો સુધી સંયુક્ત રીતે રાજ કર્યું છે. પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં આ બંને વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું હતું. તે પછી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારથી શિવસેના અને ભાજપ વચ્ચે તણખા ઝરવાના શરૂ થયા હતા. જોકે, રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે શત્રુ નથી હોતો. એટલે, ભાજપ અને શિવસેના વચ્ચેની હાલની ‘શત્રુતા’ ક્યારે ફરી ‘દોસ્તી’માં ફેરવાઈ જાય તે કહેવાય નહીં. પીએમ મોદી અને શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે મહારાષ્ટ્ર ઉપરાંત દેશના રાજકારણમાં હાલ તો હલચલ ઊભી કરી દીધી છે.

વીજળીના તાર પર લટકતા પક્ષીને બચાવવા ગયેલો યુવક ભડથું થઈ ગયો

Share This :