June 22, 2021

સાવધાન! કોરોના મહામારી આ રીતે તમારા લિવરને પણ નુકસાન પહોંચાડી રહી છે

સાવધાન! કોરોના મહામારી આ રીતે તમારા લિવરને પણ નુકસાન પહોંચાડી રહી છે

Share This :
સાવધાન! કોરોના મહામારી આ રીતે તમારા લિવરને પણ નુકસાન પહોંચાડી રહી છે

હાઈલાઈટ્સ:

  • લિવરને નુકસાન પહોંચાડી રહી છે કોરોના મહામારી.
  • અસ્વસ્થ ખોરાક અને કસરત ના કરવાને કારણે થાય છે નુકસાન.
  • ડોક્ટર આપી રહ્યા છે આહારમાં ફેરફાર કરવાની સલાહ.

ચેન્નાઈ- કોરોનાને કારણે લોકોનાં ફેફસાને તો નુકસાન થાય જ છે પરંતુ કોરોના મહામારી લોકોનાં લિવરને પણ આડકતરી રીતે નુકસાન પહોંચાડી રહી છે. ચેન્નાઈ શહેરની રેલા હોસ્પિટલના ડોક્ટર દિનેશ જોઠીમણી જણાવે છે કે, વધારે પડતું દારૂનું સેવન કરવાને કારણે લિવરને જેટલું નુકસાન થાય છે તેટલું જ નુકસાન વધારે પડતું જમવાને કારણે અને કસરત ના કરવાને કારણે થાય છે.

ડોક્ટર જણાવે છે કે, 2009 અને 2019 દરમિયાન ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર ડીસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનમાં નોનઆલ્કોહોલિક Steatohepatitis(NASH) અને નોન આલ્કોહોલિક ફેટી લિવરના કેસની સરખામણીમાં 200 ટકાનો વધારે જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લિવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત ડોક્ટરો પાસે ફેટી લિવર ધરાવતા કેસોની સંખ્યા ઘણી વધી ગઈ છે. વજનમાં વધારો અને અસ્વસ્થ જીવનશૈલી તેનું એક કારણ હોઈ શકે છે. 2020માં જર્નલ ઓફ હેપાટોલોજીમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, કોરોનાના દર્દીઓમાં 14થી 53 ટકા સુધી હેપાટીક ડિસફંક્શન જોવા મળી રહ્યું છે. જે દર્દીઓની સ્થિતિ ગંભીર હોય છે તે ખાસ પ્રભાવિત થાય છે.
ડોક્ટરોએ આપી સલાહ, કોરોનાથી રિકવર થઈને આટલા સમય સુધી ટાળો વર્કઆઉટ

ડોક્ટર જણાવે છે કે, કોરોનાના દર્દીને લિવરની સમસ્યા થાય તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. તે વાઈરસની સીધી અસર હોઈ શકે છે, અનિયંત્રિત ઈમ્યુન રિએક્શન હોઈ શકે, સેપ્સિસ અથવા દવાઓને કારણે લિવરને નુકસાન થયું હોઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ શાઈની સુરેન્દ્રન જણાવે છે કે, ભારતીયોમાં NASH બીમારી આમ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે કારણકે તેઓ પ્રોટીન ઓછું હોય અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય તેવો ખોરાક લેતા હોય છે. પરંતુ જો વહેલી તકે રોગ પકડાઈ જાય તો, આરોગ્યક્ષમ આહાર અને કસરતની મદદથી લિવરની કામગીરીને ટ્રેક પર લાવી શકાય છે.
કોરોના મટ્યા બાદ પણ કેમ ચાર મહિના સુધી વાળ ખરતા રહે છે? ડૉક્ટર્સે જણાવ્યું કારણ

શાઈની આગળ જણાવે છે કે, ભારતમાં મોટા ભાગના લોકોમાં કાર્બ ઈનટોલરન્સની સમસ્યા જોવા મળે છે. જેના પરિણામે કમરનો ભાગ વધી જાય છે. કાર્બોહાઈડ્રેટ માત્ર ચોખા, ઈડલી અને ડોસામાં નથી હોતા. તે દાળ, અનાજ, ફળો, શાકભાજી, ડેરીની વસ્તુઓ અને પ્રત્યેક મીઠી વાનગીમાં હોય છે. માટે બાજરી, ફણગાવેલા કઠોળનું સેલડ, ઈંડા વગેરે ખાવાનું રાખો. ફળોમાં રહેલ ફ્રુક્ટોઝ ફેટી લિવર વધારે છે. માટે અમુક ફળોને શાકભાજી સાથે રિપ્લેસ કરો.
ટુંકમાં, વધારે પડતો અને જંક આહાર લેવાનું ટાળવું જોઈએ અને કસરત નિયમિત કરવી જોઈએ. લાઈફસ્ટાઈલ હેલ્ધી હશે તો શરીર સ્વસ્થ રહેશે, નહીં તો લિવર સહિત શરીરના અન્ય અંગોને પણ નુકસાન થઈ શકે છે.

Share This :