June 22, 2021

11 જૂન જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?

11 જૂન જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?

Share This :
11 જૂન જન્મદિવસ રાશિફળ: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ?

આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

આ વર્ષ તાંબાના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી મંગળ વૃષભ રાશિ પર પરિભ્રમણ કરે છે. ભૂતકાળના સંદર્ભે લાભ અને નવા અનુબંધન શરૂ થશે. જૂનમાં આયાત-નિકાસ સાથે જોડાયેલા વેપારીઓની મુશ્કેલીઓ દૂર થશે અને વારંવાર સારી તકની પ્રાપ્તિ થશે.

જુલાઈ અને ઓગસ્ટમાં બાકી રહેલા કાર્યો સામે આવશે તેને પૂરા કરી શકશો અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધ નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાવાનું થશે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કાર્ય કુશળતા અને એકાગ્રતાથી જોખમી કાર્યો સરળ થશે.

માર્ચ 2022થી એપ્રિલ સુધી તમારું જીવનસ્તર ઊંચું આવશે. મે મહિનાના અંતે મોજ-મસ્તી અને હરવાફરવા પર રૂપિયા ખર્ચી શકો છો. જો કોઈ મુશ્કેલી હોય તો બુધવારે રાત્રે અઢીસો ગ્રામ ચણાની દાળ પલાળીને ગુરુવારે સવારે તેમાં સવાસો ગ્રામ ગોળ ભેળવીને ગાયને ખવડાવતા રહો. આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ રહેશે.

Share This :