
હાઈલાઈટ્સ:
- ભારતમાં કોરોનાના એક જ દિવસમાં સવા લાખથી વધુ કેસ નોંધાયા
- 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,26,789 નવા કેસ નોંધાયા
- કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંક પર વધી રહ્યો છે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેર વધારેને વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. ભારતમાં કોરોના કાળ દરમિયાન નોંધાયેલા નવા કેસના તમામ રેકોર્ડ બુધવારે નોંધાયેલા કેસમાં તૂટી ગયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે.
ભારતમાં કોરોનાના લીધે પાછલા 24 કલાકમાં વધુ 685 લોકોના મોત થઈ ગયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,66,862 થઈ ગઈ છે.
હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે.
આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.
ICMR (Indian Council of Medical Research) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.
દેશમાં 9,01,98,673 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. જેમાં 2 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસીનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ પછી બીજો તબક્કો 1 માર્ચના રોજ શરુ થયો હતો. આ તબક્કા દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી 59 વર્ષના કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.
More Stories
કોરોનાનો કહેરઃ કેન્દ્ર સરકારે રેમડેસિવિર ડ્રગના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
સચિન વાઝેએ TRP કૌભાંડ કેસમાં BARC પાસેથી 30 લાખ રૂપિયા વસૂલ્યા હતા
સૌથી ઓછા દિવસમાં 10 કરોડ વેક્સીન ડોઝ લગાવનાર ભારત વિશ્વનો પહેલો દેશ